મુંબઈ : અભિનેત્રી નીના ગુપ્તા, જે પોતાના મંતવ્યો વિશે સ્વતંત્ર અને સ્પષ્ટ રહે છે, ઘણીવાર તેના નિવેદનોથી તે છવાઈ જાય છે. તાજેતરમાં જ તેની પુત્રી મસાબાએ મધુ મન્ટેના સાથે છૂટાછેડા લીધા છે. હવે પુત્રીના છૂટાછેડા પર નીનાએ લગ્ન અને સંબંધો અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. નીનાએ એક સાહસિક નિવેદન આપ્યું હતું કે, છૂટાછેડા કરતાં લિવ-ઇનમાં રહેવું સારું.
નીનાએ રિલેશનશિપ અંગે આ નિવેદન આપ્યું
નીના હંમેશાં સ્ટીરીયોટાઈપ્સને તોડે છે પછી ભલે તે તેની રીલ લાઇફમાં હોય કે પછી વાસ્તવિક જીવનમાં. તાજેતરમાં જ નીનાએ મસાબાના છૂટાછેડા અંગે પોતાનો મત શેર કર્યો હતો. નીનાએ કહ્યું, ‘મસાબાને મદદ કરવાને બદલે તે મારી મદદ કરી રહી હતી. હું આ સમાચારથી તૂટી ગઈ હતી, હું તેની સાથે વાત કરતી હતી અને તેણે મને તેમાંથી છૂટવામાં મદદ કરી. આજનો યુવાવર્ગ ખૂબ હોશિયાર છે, આ યુવા પેઢી ખૂબ હોશિયાર છે. ‘ નીનાએ એમ પણ કહ્યું કે, અગાઉ તે પોતાની પુત્રીને લિવ-ઇન રિલેશનશિપમાં ન રહેવાની સલાહ આપતી હતી પરંતુ હવે તેને તેમાં કોઈ સમસ્યા નથી. તેની વિચારસરણીમાં આ પરિવર્તન માત્ર મસાબાના પતિથી છૂટા થવાને લીધે જ નહીં, પણ છૂટાછેડાના અન્ય કેસો જોઈને થયું છે.