મુંબઈ : અભિનેત્રી નીના ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હોય છે અને ઘણીવાર પોતાના પર્સનલ લાઈફના અનુભવો ચાહકો સાથે શેર કરતી હોય છે. આ દિવસોમાં તે ઇન્સ્ટાગ્રામ પર ‘સચ કહૂં તો’ નામની સિરીઝ પણ ચલાવી રહી છે, જેના દ્વારા તે લોકો સાથે પોતાના અનુભવો શેર કરે છે. આ જ શ્રેણીના વિડીયોમાં નીનાએ તેના પ્રશંસકોને સલાહ આપી છે કે, “તેઓ ક્યારેય કોઈ પરિણીત વ્યક્તિ સાથે પ્રેમમાં ન પડે, મેં તે કર્યું, અને ઘણું સહન કર્યું. હું આ મારા અનુભવ પરથી કહી રહી છું, તેથી તેનાથી દૂર રહો.” જુઓ વિડીયો…
નીનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા વપરાશકર્તાઓએ નીનાની પ્રશંસા કરી અને કહ્યું કે તેણે પોતાનો મુદ્દો ખૂબ જ સુંદર રીતે મૂક્યો, જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે નીનાજી તમે કઈંક વધુ જ સત્ય કહ્યું છે, આટલું સત્ય કોણ બોલે છે.’