મુંબઈ : બોલિવૂડની જાણીતી પ્લેબેક સિંગર નેહા કક્કર છેલ્લા ઘણા દિવસોથી તેના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે. નેહા કક્કર પ્રખ્યાત રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલની જજ છે અને તે શોના હોસ્ટ આદિત્ય નારાયણ સાથે તે લગ્નના બંધનમાં બંધાશે. નેહાના ભાઈ સોનુ કક્કરે પણ આ વિશે એક વીડિયો શેર કરીને આ દાવો કર્યો છે, જોકે આદિત્યના પિતા ઉદિત નારાયણ કહે છે કે તે કદાચ પબ્લિસિટી સ્ટંટ છે.
સત્ય જે પણ હોય, હાલમાં નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. બીજી તરફ, નેહા કક્કરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે કોઈ પણ મેકઅપ વિના જોવા મળી રહી છે. તસવીર લેતી વખતે નેહાએ કોઈ ફોટો ફિલ્ટરનો ઉપયોગ પણ કર્યો નથી અને તેના કપાળ પરના ડાઘ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. તસવીરના કેપ્શનમાં નેહાએ લખ્યું, “કોઈ ફિલ્ટર નહીં. આજે મારી ત્વચા સારી લાગે છે. ટચવુડ.”
નેહાની આ તસ્વીર સ્પષ્ટપણે તેના ચહેરાની ચમક બતાવી રહી છે. હવે તે ચમકતી પ્રાકૃતિક છે અથવા લગ્ન પહેલાંનું તેજ છે, તે તો ફક્ત સમય જ બતાવશે.