નવી દિલ્હી : બૉલીવુડની ક્યૂટ અને બબલી સિંગર નેહા કક્કરે માત્ર સારું ગાય છે એટલું જ નહીં પરંતુ તેના ચાહકોને તેના ઠુમકા સાથે ક્રેઝી બનાવે છે. નેહાએ ઇન્સ્ટગ્રામ પર તેનો નવો વિડીયો શેર કર્યો છે, જેમાં તે પંજાબી ગીત પર ડાન્સ કરી રહી છે. નેહાનો આ વિડીયો અત્યાર સુધીમાં 35 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. નેહા બ્લેક અને ગ્રીન કલરના સ્પોર્ટી લૂકમાં જોવા મળી રહી છે.
અજય દેવગણની આગામી ફિલ્મ ‘દે દે પ્યાર દે’ માટે નેહા કક્કરે પંજાબી સિંગર ગૈરી સિંધુ સાથે મળીને આ પંજાબી ગીત ગાયું છે. ફિલ્મમાં, આ ગીતને ડાન્સ નંબરમાં સ્થાન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસોથી નેહા તેના બ્રેકઅપને કારણે ડિપ્રેશનમાં હતી, પરંતુ તેણીએ ખુબ ઝડપથી રિકવર કરીને ફરી એકવાર લાઈફને સ્મૂથ કરી લીધી છે. નેહા સતત તેના ફેન્સની સાથે સોશિયલ મીડિયા પર જોડાયેલી રહે છે. તેના ભાઈ ટોની કક્ક્ડ સાથે તે ટિક્ટોક અને ઇન્સ્ટાગ્રામ પર મસ્તીભર્યા વિડીયો શેર કરતી રહે છે.