મુંબઈ : ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી આમ્રપાલી દુબેનું પહેલું ભોજપુરી હોળી ગીત લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીતના લોન્ચિંગની સાથે જ યુટ્યુબ પર હલચલ મચી ગઈ છે.
આ ગીત રિલીઝ થયાના થોડા કલાકોમાં જ, 1.4 લાખ લોકોએ તેને જોયું છે. આ ગીતનું નામ છે ‘હોલીયા મેં લાગે બડી ડર’ (Holiya Me Lage Badi Dar).
આ ગીત ભોજપુરી ગાયિકા ખુશ્બુ જૈને ગાયું છે. ‘રેટ દિયા બુટકે’ ગીતથી લોકોના દિલમાં સ્થાન બનાવનાર આમ્રપાલી દુબેના ચાહકોને આ ગીતમાં તેમનો ડાન્સ જોવા મળી રહ્યો છે.
આમ્રપાલી દુબે હોળીના રંગમાં સંપૂર્ણ રીતે રંગીન જોવા મળી રહી છે.