મુંબઈ : બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી આજકાલ તેની મોસ્ટ અવેઇટેડ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘ધ બોડી’માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર પણ તેમની સાથે જોવા મળશે. મંગળવારે ઋષિ કપૂરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું હતું, જેમાં તે ઈમરાન હાશ્મી સાથે હાથમાં ફ્લેશલાઇટ પકડતા જોવા મળી રહ્યા છે.
— Rishi Kapoor (@chintskap) November 19, 2019
આ ફિલ્મ 13 ડિસેમ્બરે રિલીઝ થશે
નોંધપાત્ર વાત એ છે કે ‘ધ બોડી’ એક સ્પેનિશ ફિલ્મ છે. 2012 ની સ્પેનિશ ક્રાઈમ થ્રિલર ફિલ્મનું નિર્દેશન ઓરીએલ પાઉલો દ્વારા કરવામાં આવ્યું છે. હવે આ ફિલ્મની રીમેક બોલિવૂડમાં બનાવવામાં આવી છે. બોલિવૂડની ‘ધ બોડી: ઇઝ મિસિંગ’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 13 ડિસેમ્બરે રિલીઝ થશે. તેનું દિગ્દર્શન જીતુ જોસેફે કર્યું છે. લોકો હાલમાં જ રિલીઝ થયેલા આ ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરે સોશિયલ મીડિયા પર અત્યાર સુધી વર્ચસ્વ જમાવ્યું છે. તમે પણ ફિલ્મનું ટ્રેલર જુઓ ..