મુંબઈ : બોલિવૂડની ડાન્સિંગ સ્ટાર અને અભિનેત્રી નોરા ફતેહીનો દરેક ડાન્સ તેના પ્રશંસકોનું દિલ જીતી લે છે. તાજેતરમાં જ તેણે ફરી એકવાર ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3 ડી’ થી પોતાની આવડત રજૂ કરી છે. પરંતુ હવે નોરા ફતેહી દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકોને તેમના ડાન્સ માટે દિવાના બનાવી રહી છે. હા! તાજેતરમાં જ નોરાએ પેરિસમાં લાઇવ પર્ફોર્મન્સ આપ્યું હતું, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે.
ખરેખર, નોરા ફતેહી આ દિવસોમાં પેરિસમાં તેના અભિનય માટે ઓલમ્પિયા ગઈ છે. નોરાએ તેની ઇન્સ્ટાગ્રામ વોલ પર શો દરમિયાનના ત્રણ વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં, નોરા ફતેહી તેના સુપરહિટ ગીત ‘ધ પપેટા સોંગ’ પર પરફોર્મન્સ આપી રહી છે. જુઓ આ વિડીયો…