મુંબઈ : બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયાની મોસ્ટવેઇટેડ ફિલ્મ ‘મારજાવાં’નું એક ગીત ‘એક તો કમ જિંદગાની’ રિલીઝના પહેલા જ દિવસથી સોશિયલ મીડિયા પર છવાયું છે. આ ગીતની સૌથી વિશેષ વાત એ છે કે આ ગીતમાં નોરા ફતેહી તેનો ગ્લો બતાવતી નજરે પડે છે. લોકો ફરી એકવાર નોરાના ડાન્સ માટે દિવાના થઈ ગયા છે. તો નોરાએ ફરી એક વાર આ ગીત પર ડાન્સ કર્યો છે. હવે નોરાનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 16 ઓક્ટોબરના રોજ ડાન્સફિટ લાઇવ દ્વારા અપલોડ કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં 13 લાખ થી વધુ વખત જોવામાં આવ્યો છે.
આ ફિલ્મ 22 નવેમ્બરે રિલીઝ થશે
તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘મરજાવા’ નું આ ગીત પ્રખ્યાત અભિનેત્રી રેખાના જન્મદિવસ પર રીલિઝ થયું હતું, કારણ કે આ ગીત રેખાના જ એક ગીતનું રિમેક વર્ઝન છે. આ ગીતમાં, નોરા ફરી એકવાર તેના એનર્જી ડાન્સિંગ અવતારમાં જોવા મળી છે. વ્હાઇટ ડ્રેસમાં નોરાની સ્ટાઇલ એકદમ કિલર લાગે છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું નિર્દેશન મિલાપ ઝવેરીએ કર્યું છે, જ્યારે રિતેશ દેશમુખ વામન વિલનની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મ ‘મરજાવા’ 22 નવેમ્બરના રોજ રીલિઝ થવા જઈ રહી છે.