હિંદી અને મરાઠી ફિલ્મ્સના જાણીતા એક્ટર રમેશ ભાટકરનું નિધન થયું છે. તેઓ હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ ‘એક્સિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર’માં પણ જોવા મળ્યા હતા. રમેશ ભાટકર લાંબા સમયથી કેન્સરનો સામનો કરી રહ્યાં હતાં.
રમેશ ભાટકરે હિંદીથી વધુ મરાઠી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. મોટાભાગે તેઓ પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં જોવા મળતાં હતાં. દુ:ખની વાત એ છે કે, આજે ‘કેન્સર ડે’ પર તેનું કેન્સરથી નિધન થયું છે.
મુંબઇની એલિઝાબેથ હોસ્પિટલમાં તેમની કેન્સરની સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. મરાઠી ફિલ્મ્સ ઉપરાંત રમેશ ભાટકરે હિંદી ટીવી સીરિયલ દામિની, કમાન્ડર અને હેલો ઇન્સ્પેક્ટરમાં પણ કામ કર્યું હતું.