આજકાલ ભારતમાં મિશન મંગળ ફિલ્મ હિટ ગયા બાદ મંગળ ગ્રહની ચર્ચા થઈ રહી છે.
ઈસરોએ મંગળ પર યાન મોકલ્યા બાદ લોકોનો તેમાં રસ વધી ગયો છે. જોકે મંગળ પર માણસ પગ મુકે તે નજીકના ભવિષ્યમાં તો શક્ય લાગતુ નથી.આવામાં મંગળ ગ્રહ પર જવામાં રસ ધરાવતા લોકો માટે એક હોલિડે વેબસાઈટે ઉત્તરી સ્પેનમાં કૃત્રિમ મંગળ ગ્રહનુ નિર્માણ કર્યુ છે.જ્યાં ત્રણ દિવસ અને ત્રણ રાત પસાર કરવાનુ ભાડુ 4.80 લાખ રુપિયા રખાયુ છે.
ઉત્તરી સ્પેનમાં 1.4 કિલોમીટર લાંબી ગુફામાં આ ગ્રહ બનાવાયો છે.દાવો કરવામાં આવે છે કે, આ ગુફામાં રહેનારા લોકોને બિલકુલ મંગળ ગ્રહ જેવો અનુભ મળશે.અહીંયા આવીને લોકો દુનિયાથી દુર થઈ જશે.
પર્યટકો માટે આ ગ્રહ હવે ખુલ્લો મુકી દેવાયો છે.જોકે તેમાં રહેવા માંગતા લોકોએ પહેલા 30 દિવસ સુધી એક ઓનલાઈન કોર્સ કરવો પડશે.જેમાં પર્યટકને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવા માટે પ્રશિક્ષણ અપાશે.એ પછી જ તેમાં રહેવાની પરવાનગી મળશે.સાથે સાથે ખાસ પ્રકારના ઈક્વિપમેન્ટ પણ પહેરવા પડશે.