પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહ આ દિવસોમાં ભારતમાં ઘણી ચર્ચામાં છે. એશિયા કપ 2022માં તે બોલ અને બેટ બંનેથી ઘણો ધૂમ મચાવી રહ્યો છે. આ બધાની વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનું નામ તેની સાથે ખૂબ જ જોડાઈ રહ્યું છે. હવે નસીમ શાહે આ મુદ્દે મૌન તોડ્યું છે અને ઉર્વશી વિશે નિવેદન આપ્યું છે.
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા એશિયા કપ 2022ની ભારત પાકિસ્તાન મેચ જોવા આવી હતી, ત્યારથી બંનેના નામ એક સાથે જોડવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં ઉર્વશી રૌતેલાએ પણ ઈન્સ્ટાગ્રામ રીલમાં નસીમ શાહનો એક વીડિયો શેર કરીને વખાણ કર્યા હતા. તેનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.
હવે નસીમ શાહે ઉર્વશી રૌતેલા પર નિવેદન આપ્યું છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘મને ખબર નથી કે ઉર્વશી કોણ છે, મને કંઈ ખબર નથી. મારી પાસે આવી કોઈ યોજના નથી. અત્યારે ફોકસ માત્ર ક્રિકેટ પર છે.
અગાઉ ઉર્વશી રૌતેલાનું નામ ભારતીય ખેલાડી ઋષભ પંત સાથે પણ જોડાઈ ચૂક્યું છે. એશિયા કપ પહેલા પણ બંને વચ્ચે સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થયો હતો.
નસીમ શાહે અફઘાનિસ્તાન સામે બે બોલમાં બે છગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ મેચ બાદ ભારતીય ટીવી અભિનેત્રી સુરભી જ્યોતિએ પણ નસીમ શાહ માટે ટ્વિટ કર્યું હતું. તેણે ટ્વીટ કર્યું, ‘પાકિસ્તાનને ચોક્કસપણે એક હીરા મળી ગયો છે.’