ગ્લેમરની દુનિયામાં છવાયેલા ઘણી સિતારાઓનાં જીવનમાં ઉતાર ચઢાવ આવતો જોવા મળે છે. એવું જ કંઈક થયું ઘણી ફિલ્મોમા કામ કરી ચૂકેલી અભિનેત્રી નૂપુર અલંકાર સાથે. હાલત એવી છે કે હવે ઘરમાં રોજના ખર્ચા ઉઠાવી શકાય એટલાં પણ રૂપિયા નથી રહ્યા.
આવું એટલા માટે થયું કે ગઈ 24 સપ્ટેમ્બરે ભારતીય રિઝર્વ બેન્કે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટિ બેન્કને નોટિસ આપી છે. RBIએ બેન્ક પર 6 મહિના સુધી કોઈ લેણદેણની પ્રકિયા જ બંધ કરી દીધી છે. જેનાં પછી એ બેન્ક કોઈ નવી લોન પણ બહાર ન પાડી શકે. એટલું જ નહીં પણ બેન્કનો કોઈ ગ્રાહક 25,000 રૂપિયાથી વધારે ઉપાડી પણ ન શકે. નૂપુરનું એકાઉન્ટ આ જ બેન્કમાં છે એટલે તે બરાબરની ભેરવાઈ છે.
નૂપુરે જણાવ્યું કે, પૈસા વગર મારે કઈ રીતે સર્વાઈવ કરવું. શું મારે મારૂ ઘર ગિરવે રાખી દેવું. મારી ખુદની કમાણી પર રોક કેમ લવાગી. હું ટેક્સ પણ કાયદેસર ભરૂ છું તો પછી મારે આટલી સમસ્યા કેમ ભોગવવી પડે છે. હાલમાં જ મારા પરિવારનો એક સદસ્ય બિમાર હતો તો હું હોસ્પિટલમાં ભરતી ન કરી શકી અને મારે ઘરમાં નર્સ રાખવી પડી.
નૂપુરે જણાવ્યું કે મારે હાલમાં ઘરના ખર્ચ કરવા માટે મારા સોના ચાંદીના ઘરેણા પણ વેચવા પડ્યા. હું દોસ્તો પાસેથી પણ પૈસા ઉધાર લઈ ચૂકી છું. ખબર નહીં કે આ સમસ્યાનું સમાધાન ક્યારે આવશે.