મુંબઈ : કોલકાતાના રેલ્વે સ્ટેશન પર ગીત ગાતા ગાતા રાનુ મંડલ કોઈ કારણસર એક યા બીજા દિવસે હેડલાઇન્સમાં રહે છે. સોશિયલ મીડિયા સેન્સેશનથી બોલિવૂડ સિંગર બની ચુકેલી રાનુ મંડલ આજકાલ કોઈ કારણસર ટ્રોલિંગનો શિકાર બની રહી છે. સોશિયલ મીડિયા પર ઘણી MEMEs બનાવવામાં આવી રહી છે. પરંતુ હવે કેટલાક લોકો રાનુ મંડલના સમર્થનમાં પણ આવ્યા છે.
આ દિવસોમાં રાનુ મંડલ તેની ભારે મેકઅપની અને રેમ્પવોકને કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. લોકો તેના મેકઅપ માટે તેની મજાક ઉડાવે છે. વિવિધ MEMEs શેર કરીને તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. ત્યારે હવે પ્રખ્યાત યુટ્યુબર ભુવન બામે તેને ટેકો આપ્યો છે. MEMEs શેર કરી મજાક ઉડાવનાર લોકો માટે ભુવને એક વિડીયો શેર કર્યો છે.
I request to all meme makers of #ranumondal to give two minutes to hear this.
Make a choice to make a difference.@Bhuvan_Bam pic.twitter.com/iUDCguFTcv
— Ronak Parmar (@parmarronak1997) November 17, 2019