વિરોધ પ્રદર્શનો વચ્ચે 25 જાન્યુઆરીએ રિલિઝ થયેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મે બાહુબલીના રેકોર્ડને તોડી 2 દિવસમાં કરી છપ્પરફાડ કમાણી કરી છે અને હજુ અા સિલસિલો યથાવત છે. કરણીસેનાએ કરેલી તોડફોડ અને વિવાદો પછી પણ અા ફિલ્મ જોવા પ્રશંસકો ઉમટી પડ્યા હતા. અા ફિલ્મ વિવાદોના કારણે સતત ચર્ચામાં છવાયેલી રહી હતી. દર્શકોએ સંજયલીલા ભણસાલી રણવીર કપુર અને દિપિકાને સમર્થન અાપ્યુ હતુ.
બૉક્સ ઑફિસ ઇન્ડીયાના અહેવાલના આધારે ‘પદ્માવતે’ બીજા દિવસે આશરે રૂ. 32 કરોડની કમાણી કરી હતી.ફિલ્મે પ્રથમ દિવસે 19 કરોડની કમાણી કરી હતી, 24 જાન્યુઆરી પર પેડ પ્રિવ્યૂ શોમાં ફિલ્મે 5 કરોડના આંકડાને પાર કર્યો હતો.આ રીતે ફિલ્મે કુલ 56 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
લગભગ 200 કરોડની કમાણી ‘પદ્માવત’ના ડિજિટલ રાઇટ્સ ફિલ્મ મૅકર્સે 25 કરોડમાં વેચી હતી, જ્યારે સેટેલાઇટ રાઇટ્સ 75 કરોડ રૂપિયામાં વેચ્યા હતા.વિદેશમાં રિલીઝ માટે 50 કરોડ રૂપિયાનો સોદો કરવામાં અાવ્યો હતો.આ રીતે કુલ કમાણી મળીને ફિલ્મ 206 કરોડને પાર કરી ચુકી છે જે કમાણી થઈ ગઈ છે તે ફિલ્મના બજેટ કરતા પણ વધુ છે.
પદ્માવત ફિલ્મમાં રાણી પદ્માવતીની જાજરમાન ભૂમિકા દિપિકા પાદુકોણે નિભાવી છે.શાહિદ કપૂરે રાજા રતન સિંહની તો રણવીરે અલાઉદીન ખીલજીના પાત્રને અાબેહૂબ રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરવામાં સફળતા મેળવી છે.
વાયકોમ 18 મોશન પિક્ચર્સ ઓફ કો-પ્રોડ્યુસર અને ડિસ્ટ્રિબ્યુટર્સ ના જણાવ્યા અનુસાર એક મિલિયનથી વધુ દર્શકોઅે અા ભારતીય ફિલ્મ નિહાળી.