અક્ષય કુમારની ફિલ્મ ‘પેડમેન’ ને ટીકાકારોની સારી સમીક્ષાઓ મળી છે, પરંતુ ફિલ્મ હવે કાનૂની લડાઈમાં અટવાઇ છે.એક લેખકે ફિલ્મના નિર્માતાઓને તેમની સ્ક્રિપ્ટનો કેટલોક ભાગ ચોરી કરવાનો આરોપ મૂક્યો છે.લેખક રીપુ દમણ જયસ્વાલે અક્ષયે વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.
લેખક મુજબ, તેમણે સ્ક્રિપ્ટ ધર્મા પ્રોડક્શન્સને સ્ક્રિપ્ટ આપી હતી અને તેમની સ્ક્રિપ્ટમાંથી ચોરી થઈ છે.બે મહિના પહેલાં તેમણે તેના ફેસબુક એકાઉન્ટમાં લખ્યું હતું – મેં અરુણાચલમ મુરુગાનાથમ અને સતી બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડ પર એક સ્ક્રિપ્ટ લખી હતી અને દોઢ વર્ષ પહેલા તેની નોંધણી કરાવી હતી.5 ડિસેમ્બર, 2016 ના રોજ, મેં સ્ક્રિપ્ટ રાઇટર એસોસિએશન્સમાં સ્ક્રિપ્ટ રજીસ્ટર કરી અને રેયાન સ્ટીફન (કરણ જોહર પ્રોડક્શન્સ – ક્રિએટિવ હેડ) અને વિક્રમાદિત્ય મોટવાણીને મોકલી હતી.
મણે વધુમાં લખ્યું – તાજેતરમાં પેડમેનનું ટ્રેલર રિલિઝ થયું હતું અને મારી સ્ક્રિપ્ટમાંથી ઘણા ભાગની ચોરી કરવામાં અાવી છે જે મેં રેયાન સ્ટીફનને મોકલ્યા હતા.અરે ત્યાં સુધી કે મારા કાલ્પનિક દ્રશ્ય (રક્ષાબાંધન દ્રશ્ય) પણ કોપી કર્યા છે.
હવે જોવાનું અે છે કે પેડમેન ફિલ્મ પર અાની કેટલી અસર થશે.