પદ્માવતીના ટ્રેલર અને ઘૂમર ગીતે ઈન્ટરનેટ પર તરખાટ મચાવ્યા બાદ પદ્માવતીનું નવુ ગીત એક દિલ એક જાન રીલીઝ થયું છે. આ ગીતમાં દીપિકા અને શાહિદ કપૂરનો રોમાન્સ તમારુ દિલ જીત લેશે. શિવમ પાઠકે ગાયેલા આ સોન્ગમાં મ્યુઝિક સંજય લીલા ભણશાલીએ જ આપ્યું છે.
આ ગીતના સેટ્સથી માંડીને કોશ્ચ્યુમ્સ સુધી બધુ જ ભવ્ય છે. આ વિડીયોમાં રાણી પદ્માવતી અને રાજા મહારાવલ રતન સિંહ વચ્ચેનો રોમાન્સ અને અંતરંગ પળો ખૂબ જ સુંદર રીતે કંડારવામાં આવ્યા છે.સંજય લીલા ભણશાલીની ફિલ્મ હોય એટલે ભવ્યતા તો હોવાનીજ તેમાં પણ દીપિકા રાણીનું પાત્ર ભજવી રહી છે જેમાં તે ખુબજ સુંદર લાગે છે.
આ ગીતમાં સેટ્સ, કોશ્ચ્યુમ્સ અને પ્રોપ્સ જોઈને તમારી આંખો રીતસર પહોળી રહી જશે. સંજય લીલા ભણશાલી જેવા પરફેક્શનના આગ્રહી ડિરેક્ટર પાસે ચાહકોને આવા જ ભવ્યાતિભવ્ય ફિલ્માંકનની આશા હતી.