મુંબઈ : કોરોના વાઈરસની આજકાલ વિશ્વભરમાં ખૂબ જ ખરાબ અસર પડી છે. કોરોના વાયરસ અંગે બધે ચકચાર મચી છે. તાજેતરમાં જ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું છે કે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસના એક લાખથી વધુ કેસની પુષ્ટિ થઈ છે. આ વાયરસને કારણે 11 હજારથી વધુ લોકોનાં મોત પણ થયા છે. તે જ સમયે, પાકિસ્તાન દેશ પણ આમાંથી બાકાત નથી. પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસને લઈને ઘણા કેસો નોંધાયા છે.
Twitter પર છવાયો Video
ભારતમાં રાજકારણીઓથી માંડીને અભિનેતા સુધીની દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર આ વાયરસથી બચવા અને સલામત રહેવાની સલાહ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના ડેપ્યુટી કમિશનર હાફિઝાબાદ નાવેદ શહજાદ કોરોના વાયરસ અંગે લોકોને અનોખી રીતે કોરોના સંબંધિત માહિતી આપતા જોવા મળ્યા હતા. તેણે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચલતે ચલતે’ ના એક ગીત ‘સુનો ના સુનો ના’ પર કોરોનાને લઈને એક ગીત બનાવ્યું હતું, જેના શબ્દો છે ‘ડરોના ડરોના’.
In a unique fashion, the Deputy Commissioner Hafizabad Naveed Shahzad delivers public service message on Corona virus. ? pic.twitter.com/MRvvvHJ882
— Ansar Abbasi (@AnsarAAbbasi) March 18, 2020
હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં આજે ‘જનતા કર્ફ્યુ’ લાગુ છે, જે દેશભરમાં રાત્રે 9 વાગ્યા સુધી અમલમાં રહેશે. કોરોના વાયરસ ચેપની અસરને ઘટાડવા માટે પીએમ મોદી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.