મુંબઈ : અભિનેત્રી નીના ગુપ્તા હાલના દિવસોમાં ખૂબ વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે. તાજેતરમાં જ તે ‘પંગા’ ફિલ્મના પ્રમોશન પર પહોંચી હતી. અહીં નીનાએ કહ્યું કે મારો સમય આવી ગયો છે ( ‘મેરા ટાઈમ આ ગયા’). મોડો પણ આવી ગયો છે.
નીનાએ પંગાના પ્રમોશનમાં એક કવિતા સંભળાવી. તેણે કહ્યું- મારો સમય આવી ગયો છે, મારો સમય આવી ગયો છે. પછી મેં વિચાર્યું કે મારો ટાઈમ મને છોડીને ગયો જ ક્યાં હતો ? હું લાંબી રજા પર હતી. કામ પર ધ્યાન જ ક્યારે આપ્યું હતું ? આગળ નીનાએ કહ્યું- મને ખૂબ જ આનંદ છે કે મને હવે કામ મળી રહ્યું છે.