મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ ‘પંગા’ 24 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કંગના રનૌત કબડ્ડી પ્લેયરની ભૂમિકા નિભાવતી જોવા મળશે. ફિલ્મનો ટ્રેલર વીડિયો પહેલા જ રિલીઝ થઈ ચૂક્યો છે અને હવે નિર્માતાઓએ ફિલ્મનો એક મેકિંગ વીડિયો રજૂ કર્યો છે જેમાં કંગના ફિલ્મના જુદા જુદા સિક્વન્સનું શૂટિંગ કરતી જોવા મળી રહી છે.
વીડિયો કંગના રનૌત નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, પંગાના પરિવારની યાત્રા. કંગના રનૌત, જસી ગિલ, રિચા ચઢ્ઢા. જ્યારે આખું કુટુંબ સાથે હોય, તો અલગ જ મજા હોય છે. પંગાના પરિવારની કેટલીક અદ્રશ્ય ઝલક. વીડિયોને હજારો લોકોએ પસંદ અને શેર કર્યો છે.