મુંબઈ : અર્જુન કપૂર, કૃતિ સેનન અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ ‘પાનીપત’ વિવાદોમાં છે. રાજસ્થાનમાં આશુતોષ ગોવારીકરની ફિલ્મના 55-સેકન્ડના સીન પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ 55 સેકન્ડમાં ફિલ્માવવામાં આવેલા સીનના સંવાદને લઈને જાટ સમુદાય આક્રમક બન્યો છે. આ સીનમાં શું છે? જાણો કેમ આ ફિલ્મ અંગે વિવાદ ઉભો થયો છે.
વિવાદ કેમ થઈ રહ્યો છે?
‘પાનીપત’માં ભરતપુરના મહારાજ સૂરજમલની ભૂમિકા અંગે વિવાદ છે. જાટોનો આરોપ છે કે ફિલ્મમાં મહારાજ સૂરજમલના પાત્રની ખોટી રજૂઆત કરવામાં આવી છે. તે લોભી શાસક તરીકે વર્ણવવામાં આવે છે. રાજસ્થાનના જાટ નેતાઓ પણ આ ફિલ્મનો જોરદાર વિરોધ કરી રહ્યા છે.
વિવાદિત સીનમાં શું છે?
55 સેકન્ડનો સીન જે આખી ફિલ્મ પર ભારે પડી ગયો છે, તેમાં પાનીપત યુદ્ધ પહેલા રાજા સૂરજમલ અને સદાશિવ રાવ વચ્ચેની વાતચીત બતાવવામાં આવી છે. દૃશ્યમાં મહારાજા સૂરજ મલ કહે છે- “આગ્રાનો કિલ્લો મને સોંપી દો નહીં તો હું યુદ્ધ છોડીશ. જવાબમાં સદાશિવે કહ્યું – મંજૂર નથી, તમે જઈ શકો છો.આ દ્રશ્ય જોયા પછી જાટ નેતાઓ નિર્માતાઓ પર મહારાજા સૂરજમલ પ્રત્યે લોભી બતાવવાનો આરોપ લગાવી રહ્યા છે.