Parampara Tandon Baby Boy: સચેત ટંડન અને પરંપરા ઠાકુર બન્યા માતા-પિતા, શેર કરી તેમના પુત્રની પ્રથમ ઝલક
Parampara Tandon Baby Boy: સંગીતકાર અને ગાયક સચેત ટંડન અને પરંપરા ઠાકુરના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરતા કપલે તેમના પુત્રની પ્રથમ ઝલક શેર કરી છે. પરંપરાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. બંનેએ આ ખુશી ફેન્સ સાથે શેર કરતો વીડિયો પોસ્ટ કર્યો છે.
સાચેતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, “મહાદેવના આશીર્વાદ સાથે, અમે અમારા પ્રિય બાળકનું સ્વાગત કરતાં ખુશ છીએ. અમે આ સુંદર અવસર પર તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ માંગીએ છીએ.” તેમણે “નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ, જય માતા દી” નો પણ ઉલ્લેખ કર્યો.
સાચેત અને પરંપરા ની જોડીને ફિલ્મ ‘કબીર સિંહ’ના સુપરહિટ ગીત ‘બેખયાલી’થી ખાસ ઓળખ મળી હતી. આ જોડીએ સંગીતની દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તેઓ 2015માં એક રિયાલિટી શો દરમિયાન મળ્યા હતા, જ્યાંથી તેમની મિત્રતા અને નિકટતા વધી હતી. બંનેએ ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા હતા.
તાજેતરમાં તેના રોમેન્ટિક ગીત ‘પ્યાર બન ગયે’ને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.