મુંબઈ : ટીવી અભિનેતા પારસ છાબરા લાંબા સમયથી તેની પૂર્વ (Ex) ગર્લફ્રેન્ડ આકાંક્ષા પુરીનું ટેટૂ હટાવવા માંગતો હતો. પહેલા તે બિગ બોસના ઘરે હતો. તે શો છોડ્યા બાદ વ્યસ્ત થઈ ગયો. ત્યારબાદ લોકડાઉન થયું હતું. હવે આખરે પારસ છાબરાએ આકાંક્ષાના નામનું ટેટૂ તેના હાથમાંથી કાઢી નાખ્યું છે.
પારસે આકાંક્ષાશા નામની જગ્યાએ હવે બિગ બોસની આંખનું ટેટૂ બનાવ્યું છે. પારસે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટેટૂ કરાવ્યું તે સમયનો વીડિયો શેર કર્યો છે. જ્યાં આકાંક્ષાનું નામ લખવામાં આવ્યું હતું ત્યાં બિગબોસની આંખ દોરવામાં આવતી હોવાનું વીડિયોમાં નજરે પડે છે. આ વીડિયોને શેર કરતી વખતે, પારસે કેપ્શનમાં લખ્યું – બિગ બોસે મારી આંખો ખોલી. પારસનું આ ટેટૂ ખૂબ જ અનોખુ છે. ચાહકો અભિનેતાના આ નવા ટેટૂને પસંદ કરી રહ્યા છે.