મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા થોડા દિવસો પહેલા તેની હોટ તસવીરોને કારણે ચર્ચામાં હતી. તેની કેટલીક હોટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તે દિવસોમાં તે માલદીવમાં વેકેશનની મજા લઇ રહી હતી. હવે ફરી એકવાર પરિણીતીનો બૂમરેંગ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પરિણીતી આ વીડિયોમાં જોવા મળી રહી છે.
અભિનેત્રી પરિણીતી ચોપડાએ તાજેતરમાં તેનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે હેરી પોટર અવતારમાં જાદુઈ લાકડી ફેરવી રહી છે. પરિણીતીએ તેનો એક બૂમરેંગ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે રોબ પહેરીને હાથમાં જાદુઈ લાકડી પકડતી જોવા મળી રહી છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે, “જે કોઈ મને ઓળખે છે તે જાણશે કે હું હેરી પોટર ચાહક છું. તેથી હું યુનિવર્સલમાં ગઈ, રોબ પહેરી અને એક સારી જાદુગરીની જેમ જાદુઈ લાકડી ખરીદી.”