મુંબઈ : બોલિવૂડ સેલેબ્સ ઘણીવાર તેમની એન્ટિક્સને કારણે ટ્રોલ થતા હોય છે. તાજેતરમાં જ આવું જ કંઈક અભિનેત્રી પરિણીતી ચોપડા સાથે બન્યું હતું. પરિણીતી ચોપડા તાજેતરમાં જ એરપોર્ટ પર પહોંચી ત્યારે તેના ચહેરા પર માસ્ક હતો. જો કે આમાં કશું નવું નથી કારણ કે ઘણા સેલેબ્સ અને સામાન્ય લોકો પણ જોખમી કોરોના વાયરસથી પોતાને બચાવવા માટે એરપોર્ટ જેવા જાહેર સ્થળોએ જતા હોય ત્યારે માસ્કનો ઉપયોગ કરે છે.
પરિણીતીએ જ્યારે એરપોર્ટ પર માસ્ક પહેરીને ફોટોશૂટ કરવાનું શરૂ કર્યું ત્યારે મુશ્કેલી ઉભી થઈ. તેણે આ તસવીરો પોતાના વેરિફાઇડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે અને વિવિધ તસવીરોમાં ખેંચાયેલી આ તસવીરો સાથેના કેપ્શનમાં પરિણીતીએ લખ્યું છે કે, “દુઃખદ પણ મને લાગે છે કે, હાલ આ જ સ્થિતિ છે. સૌ સુરક્ષિત રહે.’ પરિણીતી દ્વારા માસ્ક પહેરીને અલગ અલગ પોઝમાં ક્લિક કરેલી આ તસવીરને કારણે તેને ટ્રોલ થવું પડ્યું. ટ્રોલર્સે પરિણીતીને કોરોના વાયરસથી ખતરનાક પણ કહી દીધી. આ સાથે જ વિવિધ કમેન્ટ્સ કરીને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું.
Sad, but I guess this is the situation now. Stay safe guys. ? #Coronavirus #StaySafe pic.twitter.com/NHAgtMj5H0
— Parineeti Chopra (@ParineetiChopra) February 10, 2020
God forbid if some of your acquaintance dies, you'll do a photoshoot with sad face in white saree and upload on twitter with caption Sad, but I guess this is the situation now. Stay safe guys.
— THE SKIN DOCTOR (@theskindoctor13) February 10, 2020