મુંબઈ : બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન આ દિવસોમાં આગામી ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ અંગેના સમાચારમાં છે. ફિલ્મના પોસ્ટરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સોમવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. ટ્રેલરમાં કાર્તિક, ભૂમિ અને અનન્યાની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.
કાર્તિકે એક પોસ્ટર શેર કર્યું હતું જેમાં તે અને ભૂમિ પેડનેકર પાંજરામાં કેદ જોવા મળે છે અને અનન્યા પાંડે પાંજરાની બહાર છે. કાર્તિકે પોસ્ટર સાથે લખ્યું- ‘ચિન્ટુ ત્યાગીના દિલની ચાવી કોની પાસે છે. પત્ની કે વો’. પોસ્ટર શેર કર્યાના થોડા સમય પછી જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. ટ્રેલરમાં કાર્તિક આર્યન લગ્ન અને પ્રેમની જાળમાં ફસાયો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં અપરશક્તિ ખુરાના પણ મહત્વની ભૂમિકામાં છે.
Ya toh Araam hi Araam hamari kismat mein nahi likha ya apne hi Pita ke haathon chu*** bane hain hum?
Miliye #ChintuTyagi se #PatiPatniAurWohhttps://t.co/x7BOPOhA8B@bhumipednekar @ananyapandayy @mudassar_as_is @junochopra @Aparshakti @manurishichadha @itsBhushanKumar @TSeries— Kartik Aaryan (@TheAaryanKartik) November 4, 2019