એક યુવતીએ ટ્રેનમાં કંઈક એવું કર્યું હતું કે, જેની ચારેકોર ભાર ચર્ચા થઈ રહી છે. સાથોસાથ લોકો તેના વખાણ પણ કરી રહ્યાં છે. આ યુવતીએ ટ્રેનની અંદર જ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું હ્તું. પરફેક્ટ ફોટોશૂટ માટે તેણે એવા એવા તો પોઝ આપ્યા હતાં કે ટ્રેનમાં હાજર સૌ કોઈ હેરાન રહી ગયા હતાં.
આ યુવતીનું નામ છે જેસિકા જ્યોર્જ. મહત્વની વાત એ છે કે, તેણે આ ફોટોશૂટ જાતે જ કર્યું છે. જેસિકાએ પોતાના ફોનમાં સેલ્ફ ટાઈમર સેટ કરીને ફોટોશૂટ કર્યું હતું. સાથે જ તેનો વીડિયો પણ શેર કર્યો હતો. 57 સેકન્ડનો આ વીડિયો છે. જેને અત્યાર સુધીમાં 8 મિલિયન લોકો જોઈ ચુક્યા છે.