મુંબઈ : ભારતની ‘સ્વર કોયલ’ લતા મંગેશકર આજે પોતાનો 92 મો જન્મદિવસ ઉજવી રહી છે. લતા મંગેશકરને હિન્દી સિનેમાની રાણી પણ કહેવામાં આવે છે. આજે તેમના જન્મદિવસ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લતા મંગેશકર માટે એક ટ્વીટ કર્યું છે.
પીએમ મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું, “આદરણીય લતા દીદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેમનો મધુર અવાજ સમગ્ર વિશ્વમાં ગુંજે છે. તેમના અંગત આશીર્વાદો મહાન તાકાતનો સ્ત્રોત છે. હું લતા દીદીને લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરું છું.”
વડાપ્રધાન મોદીના આ ટ્વીટ પર વિદેશથી સંગીતપ્રેમીઓ અને લતાના ચાહકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
લતા મંગેશકરને આ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે
તમને જણાવી દઈએ કે લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929 ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. લતાએ પોતાના જીવનમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેણીએ ગાયન ક્ષેત્રે ઘણા સન્માન પણ મેળવ્યા છે. તેમને ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
આજે 26 વર્ષ પહેલા રેકોર્ડ કરેલું ગીત રિલીઝ થયું
લતા મંગેશકરના જન્મદિવસે, 26 વર્ષ પહેલા રેકોર્ડ થયેલું તેનું ગીત ‘મૈં ક્યા જાનૂ ક્યા જાદુ હૈ’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના શબ્દો ગુલઝાર સાહેબે લખ્યા છે. આ ગીત વિશાલ ભારદ્વાજે કમ્પોઝ કર્યું હતું.