મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ફિલ્મ હવે 11 મી એપ્રિલના રોજ સિનેમામાં રિલીઝ થશે. ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ના નિર્માતાઓએ ગુરુવારે સોશિયલ મીડિયા પર આ અંગે જાહેરાત રતા કહ્યું હતું કે, તેઓએ ફિલ્મની રિલીઝની તારીખ ટાળી દીધી છે. આ સાથે સેન્સર બોર્ડે કહ્યું કે, હજુ ફિલ્મ સર્ટિફિકેશન પ્રક્રિયા હેઠળ છે, જોકે ફિલ્મ નિર્માતા સંદીપ સિંહે શુક્રવારે ટ્વીટર પર ફિલ્મની રિલીઝની તારીખ અંગે જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, “પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ સત્તાવાર રીતે 11 એપ્રિલ, 2019 ના રોજ રિલીઝ થઇ રહી છે.”
ફિલ્મમાં અભિનેતા વિવેક ઓબેરોય વડા પ્રધાન મોદીનું પાત્ર નિભાવતો જોવા મળશે. વિરોધ પક્ષોએ ઉમંગકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મની ટીકા કરી છે. તેઓ દાવો કરે છે કે ફિલ્મને લોકસભા ચૂંટણી દરમિયાન રિલીઝ કરવામાં આવે તો તેના પ્રભાવથી ભાજપ લાભ મેળવી શકે છે. 7 તબક્કામાં યોજાનાર લોકસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કાનું મતદાન 11 મી એપ્રિલે યોજાશે. અંતિમ તબક્કો 19 મેના રોજ યોજાશે અને મત ગણતરી 23 મેના રોજ કરવામાં આવશે.