મુંબઈ : પીએમ નરેન્દ્ર મોદી” ફિલ્મની રીલીઝને લઈને અંત સમયે મોટો દાવ રમાઈ ગયો. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીના અંત સુધીમાં મૂવીની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો છે. ઘણા પક્ષોએ મતદારોને ચૂંટણીના વાતાવરણમાં પ્રભાવિત કરવાનું કામ આ ફિલ્મ કરશે તેવા આરોપ લગાવ્યા હતા. ચૂંટણી પંચના નિર્ણયને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકના નિર્માતાઓને નિરાશ થવાનો વારો આવ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં આ ફિલ્મના નિર્માતા સંદીપ સિંહે મતદારોને અસર કરવાના આરોપ પર મૌન તોડ્યું હતું અને કહ્યું કે, ” ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મ મતદારોને ભાજપ અને વડાપ્રધાન મોદીની તરફેણમાં કરતી નથી. જો આ બાબત છે તો તમામ રાજકીય પક્ષો શા માટે પ્રચાર ઝુંબેશ બંધ કરતા નથી અને મતદારોને લલચાવવા માટે ફિલ્મો જ શા માટે નથી બનતી ? આ એકદમ સરળ છે. આ પ્રોડ્યુસરનુ કામ છે. મને એક સ્ટોરી ગમી. જ્યારે મને અલીગઢની સ્ટોરી ગમી, ત્યારે કોઈએ મને પૂછ્યું નહીં. જ્યારે મેરી કોમની સ્ટોરી મને ગમી ત્યારે મને કોઈએ પણ પૂછ્યું નહીં. સરબજીત માટે કોઈએ કશું જ કહ્યું નથી.”
સંદીપ સિંહે વધુમાં કહ્યું કે, “તો તેઓ આ મૂવી વિશે વિવાદ કે મ કરે છે? શા માટે તેઓ ડરેલા છે? દેશ અને તેમના સંબંધિત રાજ્યોમાં તેમના દ્વારા કામ ન કરવામાં આવ્યું હોવાને કારણે તેઓમાં ડર હોઈ શકે છે. પરંતુ તેમને કામની ચિંતા કરવી જોઈએ અમારી ફિલ્મની નહીં
નોંધનીય છે કે, ફિલ્મની રીલીઝને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વિરોધ પક્ષો સામે સામાન્ય ચૂંટણીઓમાં મોદીની બાયોપિક રિલીઝ થવાને લઈને વિરોધી પાર્ટીઓ તેની વિરુદ્ધમાં છે કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, પણ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પર ઢોળ્યું હતું અને અંતે ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલ નિર્ણય દરેકની સામે છે. આજે એટલે કે 11 એપ્રિલના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની હતી. પરંતુ ચૂંટણી પંચે ચૂંટણીની સમાપ્તિ સુધી ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે.