મુંબઈ : બોલીવુડના ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપ તેની વાત ખુબ જ બોલ્ડ શૈલીમાં રજૂ કરવા માટે જાણીતા છે.ફિલ્મી દુનિયા હોય કે રાજકારણ, તે પોતે ખૂબ નીડર થઈને પોતાની વાત રજૂ કરે છે. તાજેતરમાં, અનુરાગ કશ્યપે ટ્વિટર પર વડા પ્રધાન મોદીના ઇન્ટરવ્યુનો એક ભાગ શેર કર્યો હતો. આ ટ્વીટ પર ફિલ્મ અલિગઢના દિગ્દર્શકે પણ જવાબ આપ્યો છે. આ બંનેની વાતચીત ચર્ચામાં છે.
ખરેખર અનુરાગે પીએમ મોદીના ઇન્ટરવ્યૂવાળા વીડિયોના ટ્વીટને રીટ્વીટ કર્યું હતું, જેના કેપશનમાં લખ્યું હતું કે, “આ વ્યક્તિ અતુલ્ય ખોટો છે. 1988માં ડિજિટલ કેમેરા અને 1988માં મુંબઈમાં ઇમેઇલ. આ માણસના મગજમાં જે કંઈ આવે છે તે બોલી દે છે.” આ ટ્વીટને રીટ્વીટ કરતા અનુરાગે લખ્યું કે, “87માં તેઓ ડિજિટલ કેમેરા ચલાવતા હતા અને 87 – 88માં લોકોને ઇમેઇલ કરી રહ્યા હતા. કેટલો મોટો ખોટો છે…. કે પછી મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે.”
In 87 he had the digital camera and he was e-mailing people in 87-88… is he a chronic liar? Or just delusional https://t.co/nAmG5GZBSG
— Anurag Kashyap (@anuragkashyap72) May 13, 2019
હંસલ મહેતાએ આ રીટ્વીટ પર જવાબ આપ્યો છે. મહેતાએ લખ્યું કે, “સ્વપ્નદ્રષ્ટા … અને સમય ટ્રાવેલર્સ પણ … તમે સમજશો નહીં.” એક તરફ અનુરાગ અને હાંસલની વાતચીત યુઝર્સ આનંદ ઉઠાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ કારણે જ આ વીડિયોને વધારે લાઈક અને શેર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, “ન્યુઝ નેશનને આપેલા ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીએ આ વાત કરી હતી.
In 87 he had the digital camera and he was e-mailing people in 87-88… is he a chronic liar? Or just delusional https://t.co/nAmG5GZBSG
— Anurag Kashyap (@anuragkashyap72) May 13, 2019