મુંબઈ : વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ . ઘણા ચાહકોએ આ મૂવીમાં સંવાદોના મેમ્સ બનાવ્યાં છે, તેમાંના ઘણા આ ફિલ્મને વાસ્તવિકતાથી ઘણી દૂરની નાટકીય મૂવી કહે છે. તાજેતરમાં પ્રસિદ્ધ ગીતકાર જાવેદ અખ્તર અને સમીરએ કહ્યું હતું કે તેઓએ ફિલ્મ માટે કોઈ ગીત લખ્યું નથી. વિવાદને જોતાં, નિર્માતા સંદીપ સિંહે આ અંગે સ્પષ્ટતા કરી છે.
તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે “જાવેદ અને સમીર આપણા દેશના મહાન ગીતકારો છે. હું તેમના ગીતો સાંભળીને મોટો થયો છું. ફિલ્મમાં અમે 1984 ની મૂવી ‘1947 અર્થ’નું એક ગીતનો ઉપયોગ કર્યો છે. આ ગીતનું નામ ઈશ્વર અલ્લાહ છે. મેં ટી.સીરીઝને આ ગીત આપવા માટે કહ્યું હતું કારણ કે તે મૂવીની થીમ સાથે મેળ ખાય છે. તે એક વિચિત્ર ગીત છે અને મને લાગે છે કે તે જાવેદ સાહેબનું શ્રેષ્ઠ કામ છે. ”
તેણે આગળ કહ્યું કે, ‘મુકુલ આનંદની ફિલ્મ’ દસ’ માંથી પણ અમે એક ગીતનો ઉપયોગ કર્યો છે. સંજય દત્ત અને સલમાન ખાનની સ્ટારર આ ફિલ્મ રિલીઝ થઇ શકી નથી. આ ફિલ્મમાંથી જે ગીત અમે લીધું છે તે ગીત સમીરે લખ્યું છે. અમે ટીસિરીઝના આ બે ગીતો માંગ્યા હતા અને અમે ફિલ્મમાં તેનો ઉપયોગ કરીશું. મને લાગે છે કે જાવેદ સાહેબ અને સમીર જીને મારે અથવા અથવા ભૂષણ કુમારને મળીને કહેવું જોતું હતું કે શા માટે તે ફિલ્મની ક્રેડિટ સૂચિમાં તેનું નામ લખી રહ્યા છે. આ મુદ્દો ખૂબ જ સરળ હતો, પરંતુ તે અયોગ્ય રીતે વધુ ઉછાળવામાં આવ્યો છે.”