નીરવ મોદી ક્યાં છે, જેમણે પંજાબ નેશનલ બેન્કને 11 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.અત્યારે તો અા અેક જ મુદો ચર્ચામાં છે.અહેવાલ અનુસાર, નીરવ આ સમયે દેશમાં નથી.દરમિયાન, બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ નીરવ સામે ધોખેબાજીનો કેસ દાખલ કર્યો છે.પ્રિયંકાએ તેની ડાયમન્ડ કંપનીમાં જાહેરાત માટે કામ કર્યુ હતુ જેનું હજુ સુધી તેને મહેનતાણું નથી મળ્યુ.
અાપને જણાવી દઈએ કે આ બાબત ઉભરી ત્યાંરથી બેન્કિંગ સેક્ટરમાં જાણે કે તહેલકો મચી ગયો છે. ઇડી સતત મોદીની જગ્યાઓ પર છાપાઓ મારી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નીરવ બેંકના રૂ. 5,000 કરોડથી વધુ રકમ પરત કરવા માટે તૈયાર છે.સમાચાર મુજબ, તેમણે PNB ને પત્ર લખ્યો છે કે તેમને 6 મહિનામાં તમામ લેણાંની ચૂકવણી કરવાનો સમય અાપવામાં અાવે.11,300 કરોડ કૌભાંડમાં તે મુખ્ય આરોપ છે. પૈસા ચૂકવવા માટે થોડા મહિના અાપવાની સોદાબાજી માટે નીરવ વાત કરે છે.નોંધપાત્ર છે કે બુધવારે, પંજાબ નેશનલ બેન્કે બોમ્બે સ્ટોક એક્સચેન્જને આ કૌભાંડ વિશે માહિતી આપી હતી.આ કૌભાંડ સામે આવ્યા પછી, PNBના શેરમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે.