PNB કૌભાંડ કેસ બાદ નિરવ મોદીની પ્રોડક્ટ લાઈનની બ્રાંડ એમ્બેસેડર પદ છોડી દીધું છે.બેન્ક વિવાદ બાદ પ્રિયંકા ચોપરા કોઈ કારણે નિરવ મોદી સાથે જોડાવવા નથી માગતી તેની છબી ન ખરડાય એ કારણે પ્રિયંકા ચોપરાએ તમામ કોન્ટ્રાક્ટ તોડી નાખ્યા છે.
નિરવ મોદીનું નામ PNB કૌભાંડ કેસમાં ચર્ચામાં છે. ૧૧૦૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (PNB) મહાઘોટાળામાં તેમને આરોપી જણાવવામાં આવ્યા છે. નિરવ મોદીનું ફિલ્મ અને મોડલિંગ ઇન્ડસ્ટ્રી સાથે પણ કનેક્શન છે. પ્રિયંકા ચોપરાથી લઈને સોનમ કપૂર અને લીઝા હેડન સુધી તેમની બ્રાંડને એન્ડોર્સ કરી ચૂકી છે.
૨૦૧૭માં પ્રિયંકા ચોપરા નિરવ મોદીની બ્રાંડ માટે એમ્બેસેડર બની હતી. પ્રિયંકા ચોપરાએ નિરવ માટે ઘણી જાહેરાતો કરી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા પણ તેમની જાહેરાતમાં જોવા મળ્યો હતો.
હાલતો PNB કૌભાંડ કેસ બાદ પ્રિયંકા ચોપરાએ નિરવ મોદી સાથેના તમામ કોન્ટ્રાક્ટ તોડી નાખ્યા છે.