મુંબઈ : અભિનેત્રી પૂનમ પાંડે અને તેનો પતિ સેમ બોમ્બેને ગોવાની કોર્ટે જામીન આપી દીધા છે, જોકે બંને ગોવાની બહાર ક્યાંય જઈ શકશે નહીં. માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પૂનમ પાંડે અને સેમ બોમ્બેને જ્યાં સુધી વ્યક્તિ દીઠ જામીન રકમ 20,000 જમા નહીં થાય ત્યાં સુધી જેલમાં રાખવામાં આવશે. અંગ્રેજી મીડિયાના અહેવાલ મુજબ, બંનેને આવતા છ દિવસ પોલીસ સ્ટેશનમાં આવવું પડશે અને રોજિંદા હાજર રહેવું પડશે.
અશ્લીલ વીડિયો શૂટ કેસ
હકીકતમાં, તાજેતરમાં જ તેની ગોવા યાત્રા દરમિયાન તેમના પર અશ્લીલ વીડિયો શૂટ કરવાનો આરોપ લાગ્યો છે, જેના કારણે ગોવા ફોરવર્ડ પાર્ટીની મહિલા પાંખ દ્વારા પૂનમ પાંડે સામે એફઆઈઆર નોંધાઈ હતી. આ સાથે, કેનાકોના પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. હવે પૂનમ પાંડે અશ્લીલતા ફેલાવવાની કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ છે.
પૂનમ પાંડે પર સરકારી સંપત્તિમાં અનધિકૃત પ્રવેશ હોવાનો અને અશ્લીલ વીડિયો શૂટ કરવાનો આરોપ છે. દક્ષિણ ગોવા જિલ્લાના કોનકોના શહેરના ઘણા નાગરિકોએ આ શૂટિંગ માટે સરકારી મશીનરીનો દુરૂપયોગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો. આ પછી, બે પોલીસકર્મીઓ (ઇન્સ્પેક્ટર તુકારામ ચવ્હાણ અને એક કોન્સ્ટેબલ) ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.