બાહુબલી ફેમ પ્રભાસની ફિલ્મ સાહોની ચર્ચા આ ફિલ્મની ઘોષણા થયા બાદથી જ થઇ રહી છે. ફેન્સ પ્રભાસનો નવો બેડ બૉય અવતાર જોવા માટે આતુર છે. સાથે જ બધી જ ફિલ્મના એક્શનને લઇને ઉત્સાહિત છે. સાહોનાં ટીઝર, ટ્રેલર સાથે અનેક ગીતો રિલિઝ કરવા કરવામાં આવ્યા બાદ હવે દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે અને આ ફિલ્મ રીલીઝ થઇ ગઇ છે.
મારધાડ એક્શન, ગેંગ્સ્ટરગિરી અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે પ્રભાસનો રોમાન્સ આપણે ટ્રેલર અને ગીતોમાં જોયો જ છે. પરંતુ શું તમારા ધ્યાનમાં આવ્યું કે એક હદ સુધી શ્રદ્ધા અને પ્રભાસનો રોમાન્સ કેટલો નકલી લાગી રહ્યો છે? ફિલ્મના મેકર્સે આ વાતની પુષ્ટિ પહેલાં જ કરી દીધી હતી કે ફિલ્મ સાહોમાં ભારે VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ VFXના કામ માટે મેકર્સે પાણીની જેમ રૂપિયા વાપર્યા છે.
પરંતુ આટલા VFX યુઝ કરવાની શું જરૂર હતી કે પ્રભાસ અને શ્રદ્ધાનો રોમાન્સ જ નકલી લાગે? જો તમે ફિલ્મનું ટ્રેલર જોયુ હોય તો તમને સમજાશે કે કેવી રીતે ફિલ્મમાં VFX દર્શાવવામાં આવશે. સાથે જ જો આપણે સૉન્ગ્સની વાત કરીએ તો ‘બોબી વોન્ટ યુ ટેલ મી’ સૉન્ગમાં જોઇ શકાય છે કે તેમાં કેટલું ભારે VFX યુઝ કરવામાં આવ્યું છે કે તેનો કોઇપણ સીન અસલી નથી લાગી રહ્યો.
પ્રભાસ અને શ્રદ્ધાની કેમેસ્ટ્રીને પસંદ કરવી તો દૂર તમે તેના પર ધ્યાન પણ ન આપી શકો. આ ઉપરાંત ટ્રેલરને જોઇને લાગી રહ્યું છે કે પ્રભાસ અને શ્રદ્ધા ફક્ત ગીતોમાં જ રોમાન્સ કરવાના છે. કારણ કે ટ્રેલરમા તો એક્શન સિવાય જાણે બીજુ કઇ છે જ નહી. હવે ફિલ્મમાં કેટલું VFX છે અને કેટલા સીન અસલી છે તે તો સમય આવ્યે જ ખબર પડશે.