મુંબઈ : અભિનેત્રી અનુષ્કા શર્મા માતા બનવા જઈ રહી છે. આ દિવસોમાં યુએઈમાં લોકપ્રિય ટુર્નામેન્ટ આઈપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020) ચાલી રહી છે. અહીંથી અનુષ્કા શર્માની તસવીરો અવારનવાર જોવા મળે છે. જેમાં તે પોતાના પતિ માટે ખુશખુશાલ જોવા મળી રહી છે. આ વખતે વિરાટ કોહલીની તસવીર સામે આવી છે. ફોટોમાં વિરાટ કોહલી પ્રવાસ પહેલા પોતાના પગરખાં (શૂઝ) સાફ કરતા નજરે પડે છે.
અનુષ્કાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી જેમાં વિરાટ કોહલીએ તેના પ્રિય શૂઝ પકડેલા હતા તેને ટૂથબ્રશથી સાફ કરે છે. અભિનેત્રીએ ફોટો કેપ્શન કર્યું હતું, “ટૂર પહેલાં પતિને તેના સ્પાઇક્સ ધોતા પકડ્યો.”
એક ગ્રે ગંજી અને તેણે ચશ્માં પહેરેલ છે. વિરાટનું સમગ્ર ધ્યાન કાળજીથી તેના પગરખાં સાફ કરવા પર છે.