બોલિવૂડની લેજન્ડ અભિનેત્રી શ્રીદેવીનું નિધન થઈ ગયું છે. શ્રીદેવી 54 વર્ષની હતી. તેમણે દુબઈમાં તેમના અંતિમ શ્વાસ લીધા હતા. શ્રીદેવી એક સલ્ગન સમારોહમાં સામેલ થવા ગઈ હતી. ત્યાં હાર્ટ એટેક આવતા શ્રીદેવીની તબિયત અચાનક લથડી હતી અને તેમનું મોત થઈ ગયું હતું. શ્રીદેવી સાથે તેમના પતિ બોની કપૂર અને નાની દીકરી ખુશી પણ હાજર હતી. તેઓ પરિવારના એક સંબંઘીના લગ્ન સમારોહમાં સામેલ થવા માટે દુબઈ પહોંચ્યા હતા. હાલ શ્રીદેવીના ઘરની બહાર ફેન્સની ખૂબ ભીડ ભેગી થઈ ગઈ છે અને દુબઈથી તેમના પાર્થિવ દેહને મુંબઈ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.
શ્રીદેવીની સાથે લગ્નમાં સંજય કપૂર પણ દુબઈ ગયા હતા. રાતે 12 વાગે સંજય દુબઈથી મુંબઈ પરત આવી ગયા હતા પરંતુ મુંબઈ પહોંચતા જ તેમને શ્રીદેવીના નિધનની ખબર પડી હતી. તેથી તેમણે ફરી દુબઈની ફ્લાઈટ પકડીને તેઓ દુબઈ પરત ગયા હતા. હાલ શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઈ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી એ ખબર નથી પડી કે શ્રીદેવીનો પાર્થિવ દેહ કેટલા વાગ્યા સુધીમાં મુંબઈ લાવવામાં આવશે.
બોલિવૂડના અભિનેતાઓ સહિત રાજકીય નેતાઓએ પણ દુખ વ્યક્ત કર્યું
શ્રીદેવીના નિધનથી સ્તબ્ધ થઈ ગયો છું- રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને કહ્યું છે કે, ફિલ્મ સ્ટાર શ્રીદેવીના નિધનથી ખૂબ દુખ થયું છે. તેઓ લાખો ફેન્સના દિલ તોડીને ગઈ છે. તેમની લમ્હે અને ઈંગ્લિશ વિંગ્લિશજેવી ફિલ્મો બીજા કલાકાર માટે પ્રેરણાદાયક થે. તેમના પરિવારજનો માટે મારી ખૂબ સંવેદના છે.