આંખના ઇશારાથી ઘાયલ કરી રાતોરાત ફેમસ થયેલ Priya Prakash Varrier નો જાદુ હજુ કાયમ છે. તે દરમિયાન એવી ખબર સામે આવી છે કે, બોલિવુડના બે દિગ્ગજ ફિલ્મમેકર્સની વચ્ચે Priya Prakash Varrier ને લઈને જંગ છેડાઈ ગઈ છે.
પ્રિયા પ્રકાશ વારિયરે હજુ સુધી બોલીવુડના ફિલ્મમેકરનો પ્રોજેક્ટ સ્વીકાર કર્યો નથી. તેવામાં હવે જોવું રહ્યું કે, પ્રિયા પ્રકાશ કઈ ફિલ્મથી બોલિવુડ સફરની શરૂઆત કરશે. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રિયાને લઈને કરણ જોહર અને સાજીદ નડિયાદવાલાની વચ્ચે જંગ છેડાઈ છે.
બંને ફેમસ ફિલ્મમેકર પ્રિયાને ફિલ્મમાં લેવા માટે બેકરાર છે. કરણ જોહર પ્રિયાને ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ માં લેવા માંગે છે. જ્યારે સાજીદ તેમની નવી ફિલ્મમાં પ્રિયાને કાસ્ટ કરવા માંગે છે. તેવામાં પ્રિયા શું નિર્ણય લેશે તે તો સમય જ બતાવશે.
તાજેતરમાં રિલીઝ થયેલ પ્રિયાની આગામી ફિલ્મ ‘ઓરું અદાર લવ’ નું સોંગ ‘માનિકા મલયારા પૂવી’ લોન્ચ કરવામાં આવ્યું છે જે આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે. હવે લોકોના મનમાં એક જ પ્રશ્ન થઇ રહ્યો છે કે, આ સુંદર યુવતી કોણ છે? આ યુવતી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર છે. ૧૮ વર્ષની પ્રિયા વારિયર કેરલની રહેવાસી છે.
પ્રિયા અત્યારે ત્રિશુલના વિમલા કોલેજમાંથી બી.કોમનો અભ્યાસ કરી રહી છે. પ્રિયાનું તાજેતરમાં એક મલયાલી સોંગ ‘માનિકા મલયારા પૂવી’ રિલીઝ થયું છે. પ્રિયા પ્રકાશના આ સોંગને ૪ લાખ કરતા વધુ વખત જોવામાં આવ્યું છે. પ્રિયા પ્રકાશ મલયાલી ફિલ્મ ‘ઓરુ અડાર લવ’ થી ડેબ્યુ કરી રહી છે. ન્યૂ ઇન્ટરનેટ સેન્સેશન બનેલ પ્રિયા પ્રકાશ વારિયરે પ્રથમ દિવસે એક એવો રેકોર્ડ બનાવી લીધો છે જે આજ સુધી કોઈ બોલિવુડ સેલીબ્રીટીઝે બનાવ્યો નથી.
પ્રિયાના વિડીયોની ક્લિપ વાયરલ થયા પછી પ્રિયાની ફેન ફોલોઈંગ વધી ગઈ છે. એક જ દિવસમાં પ્રિયાના ટ્વીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફેંસ બની ગયા છે. ઇન્સ્ટાગ્રામ પરથી પ્રાપ્ત માહિતી મુજબ, પ્રિયાએ બોલિવુડની બધી એક્ટ્રેસીઝને પાછળ છોડી હોલિવુડની હિરોઈનને ટક્કર આપી રહી છે. પ્રિયા ઇન્સ્ટાગ્રામ પર 610k (610000 ) ફોલોઅર્સ મેળવનારી ફર્સ્ટ ઇન્ડિયન સેલિબ્રિટી બની ગઈ છે.