ઇન્ટરનેટ પર તહેલકો મચાવનાર મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશે સુપ્રીમકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. તાજેતરમાં પ્રિયાની આગામી ફિલ્મ ‘ઓરું અદાર લવ’ નું સોંગ ‘માનિકા મલયારા પૂવી’ લોન્ચ કરવામાં આવ્યું છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે. રાતોરાત પ્રિયા પ્રકાશના પ્રશંસકો વધી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કથિત રીતે એક સમુદાયની લાગણીઓ દુભાવવાના કારણે પ્રિયાની વિરુધ્ધ અરજી કરવામાં આવી છે. અભિનેત્રી પ્રિયા પ્રકાશે સુપ્રીમ કોર્ટ પાસે મદદ માંગી છે. અભિનેત્રીએ કોર્ટને દરખાસ્ત કરી છે કે, ફિલ્મ રિલીઝ પહેલા કાનૂની કાર્યવાહીની માંગ પર સ્ટે લાવવામાં આવે.
૧૮ વર્ષની પ્રિયા વારિયર કેરલની રહેવાસી છે. પ્રિયા અત્યારે ત્રિશુલના વિમલા કોલેજમાંથી બી.કોમનો અભ્યાસ કરી રહી છે. પ્રિયાનું તાજેતરમાં એક મલયાલી સોંગ ‘માનિકા મલયારા પૂવી’ રિલીઝ થયું છે. પ્રિયા પ્રકાશના આ સોંગને ૪ લાખ કરતા વધુ વખત જોવામાં આવ્યું છે. પ્રિયા પ્રકાશ મલયાલી ફિલ્મ ‘ઓરુ અડાર લવ’ થી ડેબ્યુ કરી રહી છે.