મુંબઈ : પોતાના જોરદાર એક્સપ્રેશનને કારણે રાતોરાત ફેમસ થયેલી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયર સોશિયલ મીડિયાની સૌથી ચર્ચિત સેલિબ્રિટીમાંથી એક છે. પ્રિયાના ફેન્સ તેમની દરેક એક્ટિવિટી પર નજર રાખે છે. પ્રિયાએ તાજેતરમાં તેના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સિનેમેટોગ્રાફર સીનૂ સિદ્ધાર્થની સાથે રોમેન્ટિક મૂડમાં દેખાઈ રહી છે. પ્રિયાના આ વીડિયોને અત્યાર સુધી 1 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. આ વીડિયો ખૂબ જ રોમેન્ટિક છે તેના ફેન્સ મજેદાર કોમેન્ટ કરીને તેમને આ પ્રકારના વીડિયો અપલોડ ન કરવા માટે કહી રહ્યા છે. જ્યારે એક યૂઝરે કોમેન્ટમાં લખ્યું કે, “પ્રિયા આમ ન કરીશ હું મરી જઇશ.”
પ્રિયાએ વીડિયો શેર કરતાં લખ્યું છે કે, મારા ફેવરેટ સીનૂ સિદ્ધાર્થ સાથે સ્પેશિયલ મોમેંટ.
તમને જણાવી દઇએ કે પ્રિયા પ્રકાશ વોરિયર પોતાની પહેલી ફિલ્મ મલયાલમ ફિલ્મ ‘ઉર ઉદાર લવ’નું એક ગીત સુપરહિટ થઇ ગયું હતું. આ ગીતમાં તે પોતાના કો-સ્ટારને આંખો વડે ગોળી મારતાં જોવા મળી રહી છે. આ વિડીયો સામે આવ્યા બાદ પ્રિયા રાતોરાત ફેમસ થઇ ગઈ હતી.
શ્રીદેવીની જીંદગી પર બનતી ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’માં પ્રિયા જોવા મળશે. આ ફિલ્મથી પ્રિયા બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે અને તેને લઈને ખુબ જ ઉત્સાહમાં છે. હાલ તે આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.