મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારીયરની ફિલ્મ ઓરુ આદર લવ 14મી ફેબ્રુઆરીએ રીલીઝ થવા જઈ રહી છે ત્યારે આ ફિલ્મનું કીસ સીન ઓન લાઈન લીક થઈ ગયું છે.
સોશિયલ મીડિયામાં કીસ સીન ખાસ્સું વાયરલ થયું છે. બન્ને જણા સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળી રહ્યા છે. વીડિયો ક્લિપને અત્યાર સુધી લાખો લાઈક અને અસંખ્ય શેર મળ્યા છે.
ઓરુ આદર લવમાં આંખના મટકું મારીને રાતોરાત પ્રિયા ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. જ્યારે કીસ સીનમાં પ્રિયા સાથી અભિનેતા સાથે કીસ કરી રહી છે.
પ્રિયાની સાથે આ ફિલ્મમાં સિયાદ શાહજહાં, રોશન અબ્દુલ રઉફ અને નૌરીન શરીફ ભૂમિકા ભજવી રહ્યા છે.
તાજેતરમાં જ પ્રિયાને બોલિવૂડના નિર્માતા-નિર્દેશક બોની કપૂરે શ્રીદેવી બંગલા ફિલ્મના ટાઈટલને લઈ નોટીસ મોકલી હતી. આ અંગે પ્રિયાએ કહ્યું કે આ ફિલ્મ મહિલા સુપર સ્ટારની સ્ટોરી પર આધારિત છે અને આ ભૂમિકા અદા કરવાનો મને આનંદ છે.
વીડિયો જોવા કરો અહીં ક્લિક…
https://youtu.be/eewLv2yZAtg