બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડનાર પ્રિયંકા ચોપરા વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર સાંભળીને ચાહકોની ખુશીનો પાર નહિ રહે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ એક બાળકના માતાપિતા બન્યા છે. પ્રિયંકા અને નિકે સરોગસી દ્વારા છોકરાનું સ્વાગત કર્યું છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર એક ક્યૂટ પોસ્ટ દ્વારા આ ખુશખબર તેના ફેન્સ સાથે શેર કરી છે. આ પોસ્ટ સામે આવતા જ તેના ચાહકોની ખુશીનો પાર રહ્યો ન હતો.
પ્રિયંકા ચોપરાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નોટ શેર કરીને ચાહકોને માતા બનવાના ખુશખબર આપ્યા છે. આ નોટમાં પ્રિયંકાએ લખ્યું છે કે, ‘અમે એ વાતની પુષ્ટિ કરતા ખૂબ જ ખુશ છીએ કે અમે સરોગેટ દ્વારા છોકરાનું સ્વાગત કર્યું છે. આ ખાસ સમય દરમિયાન અમે આદરપૂર્વક ગોપનીયતાની માંગ કરીએ છીએ કારણ કે અમે અમારા પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. ખુબ ખુબ આભાર.’ પ્રિયંકાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ પર ફેન્સ તેને સતત અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે.
પ્રિયંકા ચોપરાની આ પોસ્ટ પર બોલિવૂડ સ્ટાર્સ તેને કોમેન્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં યુવિકા ચૌધરીએ લખ્યું, ‘ગુડ ન્યૂઝ ભગવાન તમારું ભલું કરે.’ જ્યારે હુમા કુરેશીએ લખ્યું, ‘આ અદ્ભુત છે! અભિનંદન પ્રિયંકા. બીજી તરફ, પૂજા હેગડેએ લખ્યું, ‘અભિનંદન, તમને બધાને ખૂબ પ્રેમ અને પ્રકાશ મોકલું છું.’ ઉર્વશી રૌતેલાએ પણ અભિનંદન પાઠવ્યા છે.