દેશી ગર્લ ફેમ પ્રિયંકા ચોપરા તેની અંગત જીંદગીને પ્રકાશમાં બહુ અોછી લાવે છે. તે મોટાભાગે તેની રિલેશન પર ચુપ જ રહે છે અને કોઇ વાત જણાવતી નથી.તાજેતરમાં જ ફિલ્મફેયરને અાપેલા અેક ઇન્ટરવ્યુમાં એક્ટ્રેસે અા મુદે સ્પષ્ટતા કરી હતી કે તે એક વર્ષ પહેલાં સીરિયસ રિલેશનશિપમાં હતી.જોકે હાલ અત્યારે તે સિંગલ છે.
પ્રિયંકા ચોપરાએ પહેલીવાર પોતાના અંગત સંબંધો પર ખુલીને વાત કરી છે. પ્રિયંકા કહે છે કે હું ફક્ત એક જ વખત લગ્ન કરવામાં માનુ છુ. એકવર્ષ પહેલાં હું અેક સીરિયસ રિલેશનશિપમાં હતી.જોકે હાલ અત્યારે હું સિંગલ છે. અેવુ નથી કે મનડાનો માણીગર મને જરૂરથી મળશે પણ હમણા હુ કોઈ રિસ્ક લેવા નથી માંગતી. મારા સ્વપ્ન પુરુષની મને પણ તલાશ છે મળશે અેટલે હુ મારા પ્રશંસકોને ચોક્કસ જણાવીશ.
અા પહેલાં 2016માં પ્રિયંકાએ લગ્નના પ્રશ્ન પર કહ્યું હતું કે, જ્યારે મારા હાથમાં રિંગ હશે, ત્યારે હું પોતે લોકોને આ વિશે જણાવીશ.