મુંબઈ : 22 માર્ચે દેશની જનતાએ તાળીઓ, થાળી કે બેલ વગાડીને કોરોના કમાન્ડોને સલામી આપી હતી. બોલિવૂડ સેલેબ્સે પણ આ ખાસ પહેલમાં ભાગ લીધો હતો. બચ્ચનથી લઈને કપૂર પરિવાર સુધી બધાએ પોતાની શૈલીમાં કોરોના કમાન્ડોનો આભાર માન્યો.
ત્યારે હવે દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો એક ખાસ વીડિયો સામે આવ્યો છે. જેમાં તે અમેરિકાથી ભારતના કોરોના કમાન્ડોઝના સન્માનમાં તાળીઓ પાડતી જોવા મળી રહી છે. પ્રિયંકાએ આ વીડિયોને તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે. વીડિયોમાં તે તેના ઘરની બાલ્કનીમાં તાળીઓ વગાડતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ આ વીડિયો સાથે એક સંદેશ પણ લખ્યો છે.