મુંબઈ : અમેરિકામાં અશ્વેત જોર્જ ફ્લોયડની પોલીસ કસ્ટડીમાં મોત બાદ મિનોપોલિસ શહેર સહિત ઘણા શહેરોમાં હિંસા ફાટી નીકળી છે. અમેરિકામાં લોકો રંગભેદ સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને ભારતની કેટલીક હસ્તીઓએ પણ બ્લેક લાઇવ્સ મેટર આંદોલન અંગે -મોટેથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
જોકે, વૈશ્વિક સ્તરે જાતિવાદ સામે અવાજ ઉઠાવવાને કારણે પ્રિયંકા ચોપડા જેવા સ્ટાર્સને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ઘણા લોકો માને છે કે અમેરિકા પહેલા પ્રિયંકાના પોતાના દેશમાં ચાલી રહેલા ઘણા ગંભીર મુદ્દાઓ પર અભિપ્રાય હોવો જોઈએ.
પ્રિયંકા પર એવો આરોપ પણ હતો કે તેણે જાતે જ એક રાઉન્ડમાં ફેરનેસ ક્રીમ્સની જાહેરાત કરી હતી, આવી સ્થિતિમાં જાતિવાદ જેવા મુદ્દા પર અભિપ્રાય રાખવો હિપ્પોક્રેસી છે. જોકે, પ્રિયંકાનો એક જૂનું ઇન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યું છે જેમાં તેણે આ જાહેરાતોમાં જોડાવાનું કારણ આપ્યું હતું.
એક ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં, પ્રિયંકા ચોપડાને પૂછવામાં આવ્યું હતું કે ફેરનેસ ક્રીમને સમર્થન આપવા વિશે તમે શું માનો છો? આ અંગે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું કે, તેણીને ખરાબ લાગે છે કારણ કે તે પોતે ડસ્કી સ્કિન કલરની છે. તેણે કહ્યું હતું કે, તેની પિતરાઇ ભાઇની ત્વચા સારી છે પરંતુ પ્રિયંકાના પિતા ઘઉંવર્ણા હોવાથી અભિનેત્રીની ત્વચા ડસ્કી છે.
પ્રિયંકાએ આ મુલાકાતમાં કહ્યું હતું કે, મારી પંજાબી ફેમિલી મને કાળી – કાળી કહીને મારી મજાક ઉડાવતા હતા. જ્યારે હું 13 વર્ષની હતી, ત્યારે હું ફેઅરનેસ ક્રીમનો ઉપયોગ કરીને મારી ત્વચાનો રંગ બદલવા માંગતી હતી. પ્રિયંકાએ એમ પણ કહ્યું કે, તેણે એક વર્ષ સુધી ફેરનેસ પ્રોડક્ટ્સનું સમર્થન કર્યું પરંતુ પાછળથી સમજાયું કે તે પોતાની ત્વચાથી આરામદાયક છે અને આવું કરવા માંગતી નથી. પ્રિયંકાએ કહ્યું કે તે સમયે તે માત્ર 21 કે 22 વર્ષની હતી અને પોતાને ઇન્ડસ્ટ્રીમાં શોધવાનો પ્રયત્ન કરી રહી હતી. આ પછી તેને ઘણી ફેઅરનેસ ક્રીમની ઓફર્સ પણ મળી હતી પરંતુ પ્રિયંકાએ હંમેશા આ ઓફર્સને નકારી દીધી હતી.