મુંબઈ : પ્રિયંકા ચોપડાની બૉલીવુડ કમબેક ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’નું ટ્રેલર 10 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થયું હતું. લવ સ્ટોરી આધારિત મૂવીમાં પ્રિયંકા ઉપરાંત ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત શરફ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર રોમાંસ, નાટક, કરૂણાંતિકા અને આશાથી ભરેલું છે. ટ્રેલર રિલીઝ થયા પછી દરેક આતુરતાથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યું છે. ફિલ્મની રજૂઆત પહેલા જ તેનો ક્રેઝ સેલેબ્સ અને પ્રેક્ષકો વચ્ચે જોવા મળી રહ્યો છે.
I really liked this trailer. Cant wait to see the movie. Looks like Shonali has made another fantastic film. I am sure Priyanka, Farhan and Zaira's performances in the film will wow us. Sid, wishing you the best for your first independent film!
Love.
a.https://t.co/6cA4ZU755P— Aamir Khan (@aamir_khan) September 16, 2019
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી પ્રિયંકાની ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંકના ટ્રેલરની પ્રશંસા કરી હતી. આમિર ખાને પોસ્ટમાં લખ્યું, ‘મને ફિલ્મનું ટ્રેલર ખૂબ ગમ્યું. મૂવી જોવા માટે રાહ જોવી મુશ્કેલ છે. લાગે છે કે સોનાલીએ ફરી એકવાર એક ઉત્તમ ફિલ્મ બનાવી છે. મને ખાતરી છે કે આ ફિલ્મમાં પ્રિયંકા, ફરહાન અને ઝાયરાનો અભિનય આપણને ચોંકાવનારો છે. તમારી ફિલ્મ માટે ઘણી શુભેચ્છાઓ.’