મુંબઈ : અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનાસ અને તેના પતિ અને પ્રખ્યાત પૉપ સ્ટાર નિક જોનાસ હંમેશાં કોઈક બીજા કારણસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ નિકે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેના પર લોકો હાલમાં નજર રાખી રહ્યા છે. શનિવારે શેર કરેલા આ વીડિયોમાં નિક અને પ્રિયંકા બોલિવૂડના ગીત ‘આંખ મારે’ પર જોરદાર ડાન્સ કરતા જોવા મળે છે.
ઇટાલીના મિલાનથી શેર કરેલા આ વીડિયોની સાથેના કેપ્શનમાં નિકે લખ્યું છે, “મારી હંમેશાની વેલેન્ટાઇન સાથે શો પહેલાની ડાન્સ પાર્ટી.”