મુંબઈ : પ્રિયંકા ચોપડા જોનાસે કોરોના વાયરસ સામે લડવા માટે ભારતની સૌથી મોટી ઓનલાઇન કોન્સર્ટ આઇ ફોર ઈન્ડિયા (#IForIndia)માં ભાગ લીધો હતો. આ કોન્સર્ટ દ્વારા કોરોના સામેની લડત માટે નાણાં એકત્રિત કરવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે કરવામાં આવશે. પ્રિયંકા ચોપડા સાથેના આ ઓનલાઇન કોન્સર્ટમાં લગભગ આખા બોલીવુડે ભાગ લીધો હતો.
આવી સ્થિતિમાં પ્રિયંકા ચોપડા જોનાસે કોન્સર્ટ માટે એક કવિતા વાંચી હતી. કવિતા અભિનેતા, લેખક અને દિગ્દર્શક વિજય મૌર્યાએ લખી છે. તેના શબ્દો – ‘હમારી હવા હમસે રૂઠ ગઈ હૈ’. પ્રિયંકા ચોપડાએ આ સુંદર કવિતા વાંચતી વખતે લોકોને ઘરે જ રહેવાની અને પોતાની સંભાળ રાખવા અનુરોધ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આની મદદથી અમે અન્ય લોકોનો જીવ બચાવવામાં સમર્થ થઈશું. તેમણે લોકોને જરૂરિયાતમંદોને સહાય કરવા દાન આપવા પણ વિનંતી કરી.