પ્રિયંકા ચોપડા જોનસની ગ્લોબલ લાઈફની ચર્ચાઓ જણાવવાની જરૂર નથી. દરેક લોકો તેમનું નામ જાણે જ છે. પરંતુ ગુગલ પર પ્રિયંકાનું નામ ખોટુ દેખાઈ રહ્યું છે. પ્રિયંકા ચોપડા હોય તો ચાલતુ, પ્રિયંકા જોનસમાં પણ કોઈ વાંધો નહોતો પરંતુ પ્રિયંકાનું એ નામ જણાવી રહ્યાં છે જે તેનું નામ છે જ નહીં. ગૂગલ પર પ્રિયંકા ચોપડાનું નામ સર્ચ કરવા પર તેમની પ્રોફાઈલ પ્રિયંકા સિંહના નામથી દેખાઈ રહી છે. ગૂગલ સર્ચના વિકિપિડિયા બોક્સમાં પ્રિયંકા ચોપડાના નામની જગ્યાએ પ્રિયંકા સિંહ જોઈ શકાય છે.
આ બોક્સ પર ક્લિક કર્યા પછી સંબંધિત પેજ પર માત્ર પ્રિયંકા ચોપરાનું નામ બતાવવાનું શરૂ થાય છે. આ સિવાય ‘પીપલ સર્ચ ફોર’ ના વિકલ્પમાં અન્ય અભિનેત્રીઓનું નામ તેમજ પ્રિયંકાનું નામ પ્રિયંકા સિંહ તરીકે જોઇ શકાય છે. તે સ્પષ્ટ નથી કે આ સાધારણ ગૂગલ બગ છે કે અન્ય જટિલ સમસ્યા છે.
નોંધપાત્ર વાત એ છે કે પ્રિયંકાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. આ પછી તેણે પોતાનું નામ પ્રિયંકા ચોપરા જોનાસ ઓફિશિયલ રાખ્યું. ગૂગલમાં તેનું નામ સર્ચ કર્યા બાદ તેની અટક કેમ ‘સિંહ’ તરીકે આવી રહી છે તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી.
પ્રિયંકાની આગામી ફિલ્મનું પ્રીમિયર 13 સપ્ટેમ્બરે કેનેડામાં ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં થશે. આ ફિલ્મ ભારતમાં 11 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની સાથે જ પ્રિયંકા બોલીવૂડમાં વાપસી કરવા જઇ રહી છે. તેમની છેલ્લી ફિલ્મ વર્ષ 2016મા જય ગંગાજલ હતી.