મુંબઈ : પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નને એક વર્ષ પૂર્ણ થયું છે. 1 અને 2 ડિસેમ્બર 2018 ના રોજ બંનેના લગ્ન થયા. બંનેના લગ્ન ક્રિશ્ચિયન અને હિન્દુ રિવાજો સાથે થયાં હતાં.
પહેલી વર્ષગાંઠ નિમિત્તે પ્રિયંકા અને નિકે સોશ્યલ મીડિયા પર એકબીજાને પોતાની શૈલીમાં શુભેચ્છા પાઠવી છે. પ્રિયંકાએ એક નાનો વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે નિકનો હાથ પકડ્યો છે. આ સિવાય બંનેએ લગ્નનો ફોટો પણ શેર કર્યો છે.
આ પોસ્ટમાં પ્રિયંકાએ લખ્યું કે, ‘મારુ તમને વચન. ત્યારે… અત્યારે… અને હંમેશા. તમે મને એક જ ક્ષણમાં ખુશી, ઉત્સાહ, જૂનુન, સંતુલન અને સારા પણું આપો છો. મને શોધવા બદલ આભાર. લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા પતિ નિક જોનસ. અને બાકી તમામને તેમની પ્રાર્થના અને પ્રેમ માટે આભાર. અમે ધન્ય થઇ ગયા છીએ.’